Tam Tam Khaman
Prepare time: 2 hr
Cook: 35 min
Ready in: 2 hr 35 min

સામગ્રી

  • 2 કપ કકરો ચણા નો લોટ
  • 3 વાટકી પાણી
  • 1 ટી સ્પૂન આદુ – મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂન તેલ
  • 1/4 ટી સ્પૂન લીંબુ ના ફૂલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ટી સ્પૂન ખાવા નો સોડા (ટાટા કંપની નો)
  • 3 ચમચા તેલ (વઘાર માટે)
  • 1/2 ટી સ્પૂન રાઈ
  • 1 ટી સ્પૂન કાશ્મીરી મરચું

સજાવટ માટે

  • કોથમીર
  • લીલા ટોપરા ની છીણ
  • લીંબુ

રીત

1એક બાઉલ માં ચણા નો લોટ તથા પાણી નાખી બે કલાક પલાળી રાખવું.

2હવે આ મિશ્રણ માં આદુ મરચાની પેસ્ટ નાખવી.

3તેમાં ૧ ટી સ્પૂન તેલ, લીંબુ ના ફૂલ તથા મીઠું નાખવું.

4છેલ્લે ખાવાનો સોડા નાખી મિશ્રણ ને બરાબર હલાવી થાળી માં ૨૦ મિનિટ માટે બાફવા મૂકવું.

વઘાર ની રીત

1ઠંડા થયેલા ખમણ ના પીસ કરવા.

2૧ વાસણ માં તેલ મુકી તેમાં રાઈ તથા લાલ મરચું નાખી પછી તેમાં ખમણ નાખી હલાવી દેવા.

સજાવટ માટે

એક પ્લેટ માં ટમટમ ખમણ કાઢી તેના ઉપર કોથમીર અને લીલા ટોપરા ની છીણ નાખી સજાવટ કરવી. અને લીંબુ મુકી ચટણી સાથે સર્વ કરવા.

Tam Tam Khaman

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here